ડ્રોન કેમેરા ટેકનિકની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢતી રાણાવાવ પોલીસ...
પોરબંદરઃ જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મળેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના સી.ટી.પટેલ, હિમાન્શુભાઈ વાલાભાઈ, ઉદયભાઈ વરુ, કાનાભાઈ કરંગિયા વગેરે સ્ટાફ દ્વારા રાણાવાવ બરડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા ઈસમો પર ડ્રોન કેમેરા ટેકનિકની મદદથી રેડો કરીએ દેશી દારૂ તથા આથો ભઠ્ઠીના સાધનો વિગેરે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.