રાણાવાવ પાવની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો - રાણાવાવ પાવની સીમમાં વાડી વિસ્તારમાં દીપડાએ આંતક મચાવ્યો
પોરબંદર: જિલ્લાના રાણાવાવ પાવની સીમમાં વાડી વિસ્તારમાં દીપડાએ આંતક મચાવ્યો હતો. જેમાં બે દિવસ અગાઉ એક રોટવિલર ડોગનું મારણ કર્યું હતું. જેને લીધે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકવામાં આવ્યું હતું. ગત રાત્રે દીપડો પાંજરે પુરાઈ જતાં વનવિભાગ સહિત આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે પકડાયેલો દીપડો 5 થી 6 વર્ષનો નર હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.