પોરબંદરના રાણાવાવમાં 2 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો - રાણાવાવ
પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ પણ પોરબંદરના રાણાવાવ ગામે બપોરે બે કલાકથી ચાર કલાક વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શેરીમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે પોરબંદરના બંદર પર લગાવેલ ત્રણ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે. પરંતુ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાણાવાવમાં બે કલાકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, પરંતુ ખેડૂતો આ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.