ગુરુપૂર્ણિમાઃ કથાકાર રમેશભાઈ ઓઝાનો ગુરુસંદેશ, જુઓ વીડિયો...
પોરબંદરઃ ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ એટલે ગુરુપૂર્ણિમા. આ પાવન દિવસે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે અને ગુરુ પૂજન થઈ રહ્યું છે, ત્યારે પોરબંદરમાં આવેલા શ્રી હરિ મંદિર અને સાંદિપની વિદ્યાનિકેતના સ્થાપક સુપ્રસિદ્ધ રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુપૂર્ણિમાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદરમાં પ્રતિવર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી, પરંતુ આ વર્ષે કોવિડ-19 મહામારીને અટકાવવા માટે ગુરુપૂર્ણિમાના ઉત્સવ મોકૂફ રાખવામાં આવેલ છે. તમામ ભક્તોને સાંદિપની સંસ્થા વતી અપીલ કરવામાં આવી હતી કે, બધા ઘરે રહી ભાવ પૂજન કરી પર્વ ઉજવણી કરો. સાંદિપની વિદ્યાનિકેતનમાં સવારે 9:30 થી 11:30 સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની સભાગૃહમાં વ્યાસ પૂજન ગુરુપૂજન મર્યાદિત સંખ્યામાં ઋષિકુમારો દ્વારા પૂજ્ય ભાઈનું ભોજન કરવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જણાવાયું હતું.
Last Updated : Jul 5, 2020, 12:33 PM IST