ગાંધીધામમાં ખાતે અગ્રવાલ સમાજ દ્વારા રામકથાનું આયોજન કરાયું - Ramakatha
કચ્છ: ગાંધીધામ ખાતે અગ્રવાલ સમાજ દ્વારકા સેક્ટર 4 ખાતે આવેલા અંબા માના મંદિરના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપનના દિવસે વ્યાસપીઠ પરથી કથાકાર વિજય કૌશલ મહારાજે આજની ભાગદોડ ભરી જીંદગીમાં જ્યારે વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ભારતની સંસ્કૃતિની ધરોહર પરિવારવાદ નાબૂદ થઈ રહ્યાનું જણાવી મંગલમય પરિવારનું સૂચન ભાવિકો સમક્ષ રજૂ કર્યું હતું.