વડોદરા "યુગાન્તર" યુથ કોન્ફરન્સમાં રામ માધવે આપી હાજરી યુવાનોને કર્યું સંબોધન - યુગાન્તર "યુથ કોન્ફરન્સ
વડોદરાઃ યુગાન્તર યુથ કોંફરન્સમાં યુવાનોને સંબોધન કરવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ વડોદરાના મહેમાન બન્યા હતા અને યુવાનોને સંવાદ કર્યું હતું. યુગાન્તર કાર્યક્રમ બાબતે રામ માધવે MSUને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમને રાષ્ટ્રભાવના માટે નો કાર્યક્રમ ગણાવ્યો હતો. જો કે, કાર્યક્રમ બાદ રામ માધવે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે નક્સલીવાદ દેશના લોકતાંત્રિક વ્યવસ્થા માટે ઘાતકરૂપ છે.