ભરૂચના રાજમાર્ગો પર મેઘરાજાની શાહી સવારી નીકળી, જુઓ Video - મેઘરાજાની શાહી સવારી
ભરૂચ: જિલ્લાના રાજ માર્ગો પર મેઘરાજાની શાહી સવારી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભરૂચમાં યોજાયેલી મેઘરાજાના ભાતીગળ મેળાની પુર્ણાહુતી સાથે વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ મેળો 200 કરતા પણ વધુ વર્ષોથી યોજવામાં આવી છે. સાતમથી દશમ સુધી યોજાતા મેળામાં માનવ મહેરામણ જોડાઈ છે. ત્યારે મેળાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. દશમ નિમિત્તે વરસતા વરસાદમાં મેઘરાજાની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. લોકોએ મેળાની પણ મજા માણી હતી. મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી નર્મદા નદી કિનારે પહોંચી હતી જ્યાં પાવન નર્મદામાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.