ઇડરમાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ, પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર - Sabarkantha letest news
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર ખાતે CAAના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ હતી. તેમજ સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ પાઠવામાં આવ્યું હતું. ઇડરના જૂના ટાવર થઈ પ્રાંત કચેરી સુધી આ રેલી યોજાઇ હતી. જેમાં ડીજેના તાલ સાથે હજારો ફૂટ લાંબા તિરંગાનો પણ સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત ભારત દેશની એકતા અને અખંડિતતા માટે CAAનું બિલ જરૂરી ગણાવાયું હતું. તેમજ સ્થાનિકોની આ વાતને આવેદનપત્ર થકી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.