પોરબંદરમાં પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઇ - Congress Committee
પોરબંદર: દેશભરમા કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને લોકડાઉન દરમિયાન અનેક લોકો મંદીમાં સપડાયા છે. ત્યારે મંદીના માહોલ વચ્ચે પેટ્રોલના ભાવમાં વધારો થતાં લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાડા પર બેસીને કમલાબાગથી નરસન ટેકરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચારો કર્યા હતા. જેમાં પોલીસે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.