ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે ચૂંટણી, 6થી 13 માર્ચ સુધી ફોર્મ ભરાશે - gandhinagar
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણીપંચ દ્વારા કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી 26 માર્ચના રોજ ગુજરાતમાં ચાર બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. જેને લઇને ચૂંટણી પંચે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ 6થી 13 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 માર્ચના રોજ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં વિધાનસભાના સંખ્યાબડને જોતા ભાજપ અને કોંગ્રેસના ફાળે બે સીટો જઈ શકે છે, ત્યારે કોંગ્રેસ પાસે જઈ રહેલી એક સીટને ભાજપમાં લાવવા માટે અંદરખાને પ્રયાસો શરૂ થઈ ગયા છે.