રાજ્ય સભાના સાંસદે અરવલ્લીના પીડિત પરિવારની મુલાકાત લીધી
અરવલ્લી: જિલ્લાના સાયરા ગામમાં મૃતક યુવતીનું બેસણું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ પણ પીડિત પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના આપી હતી. આ પ્રસંગે સાંસદ મધુસુદન મિસ્ત્રીએ આ પ્રકરણ અંગે પોલીસની ઢીલી નીતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવી ગુજરાતને કેટલાક ગુંડાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. તેવો આક્ષેપ કર્યો હતો.
Last Updated : Jan 12, 2020, 5:39 PM IST