જાણો નવા મુખ્યપ્રધાનને લઈને શું ક્હે છે રાજુ ધ્રુવ - Bhupendra Patel
અમદાવાદ: રાજ્યમાં નવા મુખ્યપ્રધાનને લઈને રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે મળીને 2022 ની ચૂંટણીમાં 150 થી વધારે સીટો પર વિજય અપાવી શકે છે. પક્ષમાં દરેક કાર્યકર્તા દિગ્ગજ નેતા જ હોય છે એ જ પક્ષે સાબિત કર્યું છે. જે સારા કાર્યકર્તા છે એ દિગ્ગજ નેતા જ છે. એક સામાન્ય કાર્યકર્તા પણ મુખ્યપ્રધાન બની શકે છે આ ભાજપમાં જ થઈ શકે.