રાજપીપળામાં પશ્ચિમી સંસ્કૃતિને જાકારો આપી ભારતીય પરંપરાથી વેલેન્ટાઈન ડે ઉજવાયો - ભારતીય પરંપરાથી ઉજવણી
નર્મદાઃ શુક્રવારના રોજ વેલેન્ટાઈન ડે તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે અને પ્રેમનો એકરાર થઇ રહ્યો છે, ત્યારે રાજપીપળાની એમ. આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ આ દિવસને અનોખી રીતે ઉજવ્યો હતો, આ કોલેજના તમામ વિદ્યાર્થી અને પ્રાધ્યાપકોએ કોલેજના આદ્ય સ્થાપક સ્વ.રત્નસિંહજી મહીડાની પ્રતિમાને ગુલાબનું ફૂલ આપ્યું અને આજના દિવસે શહીદ થયેલ શહીદોને કેન્ડલમાર્ચ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પી વળી સાથે સાથે વિદ્યાર્થીઓએ તમામ ગુરુજન ગણાતા પ્રોફેસર્સને વદન કરી ગુરુવંદનનો અનોખો કાર્યક્રમ યોજી પશ્ચિમી સંસ્કૃતિને જાકારો આપી ભારતીય પરંપરાને ઉજાગર કરી ખાસ કરીને આજનો દિવસએ પ્રેમનો એકરાર કરી જન્મોજન્મના સાથ માંગવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ યુવાન હૈયાઓ આ દિવસ ને કૈક અલગ રીતે જ ઉજવાવામાં આવે છે.