'મેડ ઇન ચાઇના'ના સ્ટારકાસ્ટ રાજકુમાર રાવ અને મૌની રોયે અમદાવાદની લીધી મુલાકાત - રાજકુમાર રાવ અને મૌની રોયની અમદાવાદ મુલાકાત
અમદાવાદ: 'મેડ ઇન ચાઇના'ના ફિલ્મના સ્ટારકાસ્ટ રાજકુમાર રાવ અને મૌની રોયે શુક્રવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. ફિલ્મમાં મધ્યમ વયના ગુજરાતી બિઝનેસમેનની વાર્તાને વણી લેવામાં આવી છે. જે પોતાની નિષ્ફળતાઓથી નાસીપાસ હોય છે અને ઉજળા સંજોગોની આશાએ ચાઇના જાય છે. ત્યાં તે અસાધારણ અને ચમત્કારી મુસાફરી કરે છે અને કાંઇક વધુ સારુ શોધી કાઢે છે. જે સાચી દિશામાં જવાની બીજી તક હોય છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સિનેમા ધરમાં રિલીઝ થવાની છે.