રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો - traffic problem
રાજકોટ: રાજ્યમાં તાજેતરમાં જ IAS અધિકારીની બદલી થઈ છે. જેમાં રાજકોટ મનપાના કમિશ્નર બંછાનીધી પાનીની સુરત ખાતે બદલી થઈ હતી. જ્યારે રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાની પણ ગાંધીનગર ખાતે બદલી થઈ છે. ત્યારે ગઈકાલે નવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને રાજકોટનો ચાર્જ સંભાળ્યો હતો. તેમજ આજે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશ્નર ઉદિત અગ્રવાલે પણ વિધિવત રીતે મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો. રાજકોટ અંગે પ્રશ્ન પૂછતાં તેમને પ્રથમ ટ્રાફીકની સમસ્યા અંગે પોતે વધુ ભાર આપશે તેમ જણાવ્યું હતું. રાજકોટ શહેરનો જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ રાજકોટની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.