રાજકોટઃ ઉપલેટાના કોલકી રોડ પરથી શ્રમિકનો મૃતદેહ મળ્યો - ગુજરાત પોલીસ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા એક કારખાનામાં કામ કરતા શ્રમિકનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મજૂરી કામ કરતા આદિવાસી યુવાન દશરથભાઈ ગોતરીનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. મૃતક મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના આંબવા ગામનો વતની હતો અને બે મહિનાથી ઉપલેટાના કારખાનામાં મજૂરી કામ કરી રહયો હતો. આ મૃતક શ્રમિક મજૂર દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલ આ અંગેની વધુ તપાસ ઉપલેટા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.