પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર રાજકોટવાસીઓની પ્રતિક્રિયા - રાજકોટ ન્યુઝ
રાજકોટ: રાજ્યમાં આજે સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ETV BHARATએ રાજકોટવાસીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ કોરોના વાઇરસની મહામારીમાં રાજ્યમાં બધુ બંધ છે. લોકોને રોજગારી નથી મળી રહ્યા જ્યારે જે લોકોનું કામ ધંધા શરૂ થયા છે તે પણ હાલ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો યોગ્ય નથી.