રાજકોટમાં જાહેરમાં 2 યુવાનો પર છરી વડે હુમલો, પોલીસે તપાસ શરૂ કરી - રાજકોટમાં જાહેરમાં 2 યુવાનો પર છરી વડે હુમલો
રાજકોટ: શહેરના ત્રિકોણબાગ ખાતે જાહેરમાં બે યુવાનો પર અજાણ્યા ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. હિતેષ રવજીભાઈ બાંભવા અને કન્હૈયા બટુક ઝીંઝુવાડીયા નામના યુવાનો ત્રિકોણબાગ વિસ્તારમાં હતા તે સમય દરમિયાન અજાણ્યા 3 જેટલા ઈસમો અહીં આવ્યા અને બન્ને યુવાનો પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી નાશી છૂટ્યા હતા. બીજી તરફ બન્ને યુવાનોને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્ને યુવાનોની એ. ડીવીઝન પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને હુમલાખોરોની કોઈ કડી મળી નહોતી. ઉલ્લેખનીય છે કે, આ હુમલા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.