રાજકોટ પોલીસે કોરોના જાગૃતિ માટે બનાવ્યો ગરબા વીડિયો - રાજકોટ પોલીસે કોરોના જાગૃતિ માટે
રાજકોટઃ વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ રાજકોટના લોકો કોરોના મહામારી વિશે વધુ જાગૃત થાય તેવા હેતુથી ગરબા રમી વીડિયો બનાવ્યો છે. મહિલાઓની દુર્ગા શક્તિ ટીમ દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં મહિલા પોલીસ કર્મીઓ ગરબા રમી રાજકોટવાસીઓને ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાની સાથે કોરોના વાઈરસથી કઈ રીતે બચવું તે જણાવી રહી છે.