રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને આપ્યો મોદકનો પ્રસાદ - મોદકનો પ્રસાદ
રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા શહેરીજનોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર હોય રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર શહેરીજનોને મોદકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ગણેશની જે વાહન ચાલક હેલ્મેટ પહેરીને તેમજ કાર ચાલક સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવતા હોય તેને મોદકનો પ્રસાદ આપીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરીજનો વધુમાં વધુ ટ્રાફિક પ્રત્યે અવેરનેસ થાય તે માટેનો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારો કરી દંડની રકમમાં વધારો કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.