રાજકોટ પોલીસે વાહનચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 4ની ધરપકડ - gujarat police
રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં રાજકોટના અલગ-અલગ વિસ્તારમાંથી વાહન ચોરતા 4 ઇસમોને ઝડપાયા છે. આ ઈસમોએ કુલ 31 જેટલા વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત પણ પોલીસને આપી છે. ઈસમો રાજકોટમાંથી બાઈક ચોરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વજેખણ ગામમાં રાખતા હતા. ભક્તિનગર પોલીસે હિતેશ ઉર્ફ બાડો ચમનભાઇ કારેણા, સંજય મનસુખભાઈ મેર, અનિલ દલસુખભાઈ વડેખણીયા અને ગોપાલ ઘુઘાભાઈ રોજાસરા નામના ચારેય ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હાથ ધરી છે. આ ઉપરાંત 31 વાહનો કબ્જે કર્યા છે.
Last Updated : Aug 31, 2020, 6:47 PM IST