રાજકોટમાં જનતા કરફ્યૂને જબરદસ્ત સમર્થન, ઇતિહાસમાં પહેલીવાર આવા દ્રશ્યો સર્જાયા - દ્રશ્યો સર્જાયા
રાજકોટ: વડાપ્રધાન મોદીએ 22 માર્ચ એટલે કે રવિવારના દિવસે દેશવાસીઓને જનતા કરફ્યૂ કરીને એક દિવસ સ્વયંભૂ ઘરમાં રહેવાની અપીલ કરી હતી, ત્યારે સમગ્ર દેશમાં આ જનતા કરફ્યૂને સમર્થન મળી રહ્યું છે. જેને લઇને આજ સવારથી જ રાજકોટમાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જ્યારે બજારો પણ બંધ જોવા મળી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના દ્રશ્યો સર્જાય હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના એક દિવસના જનતા કરફ્યૂને મોટી સંખ્યામાં લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.