રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 45 કરોડના કામોને અપાઈ લીલીઝંડી - સ્ટેન્ડિંગ કમિટી બેઠક
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંદાજીત રૂ.45 કરોડના વિવિધ પ્રજાલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ઉપલા કાંઠા વિસ્તારમાં 27 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવી, રોડ રસ્તાના રીપેરીંગ કરવા, જેવા અનેક નાના મોટા કાર્યોને સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે શહેરના ગૌરીદડ ગામના રસ્તે વૃક્ષારોપણ કરવાની રૂપિયા 2 કરોડ 58 લાખની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. અધિકારીઓની મિલીભગત હોવાની આશંકાને લઈને દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હોવાની પણ હાલ ચર્ચા છે.