રાજકોટ માર્કેટયાર્ડ 9 દિવસની હડતાલ બાદ ફરી શરુ, જુઓ વીડિયો - બેડી માર્કેટિંગ યાર્ડ ન્યૂઝ
રાજકોટઃ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા નવ દિવસની હડતાલ બાદ આજથી ફરી ધમધમતું થયું છે. ગતરોજ યાર્ડના સત્તાધીશો દ્વારા હડતાળ મામલે કમિશન એજન્ટ અને વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં દુકાન ખોલી વેપાર કરવા અંગે જણાવ્યું હતું. તેમજ જો આમ ન કરવું હોય તો, તેમના લાયસન્સ જમા કરાવવા અથવા યાર્ડ દ્વારા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. યાર્ડના આકરા વલણના કારણે કમિશન એજન્ટ અને વેપારી એસોસિએશન દ્વારા નવ દિવસના અંતે હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટ યાર્ડમાં આજે વહેલી સવારથી જ રાબેતા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.