રાજકોટના ગોંડલમાં બપોર બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી
રાજકોટઃ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં વાત કરીએ તો ધોરાજી, ઉપલેટા, મેટોળા GIDC સહિતના વિસ્તારમા ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે ગોંડલ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે લાલપુલ પાસે રેલવેના પુલ નીચે પાણી ભરાયા હતાં. અસહ્ય બફારા બાદ અચાનક પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.