પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે રાજકોટ કોંગ્રેસ આક્રમક, ઘોડા પર બેસીને કર્યો વિરોધ - ગુજરાત પોલીસ
રાજકોટ: દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આજે સોમવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી આગેવાનો આજે ઘોડા સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા. જેમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના આગેવાનો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઘોડા સાથે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. જો કે કોંગ્રેસ દ્વારા ઘોડા સાથેની રેલી માટે અગાઉ મંજૂરી પણ માંગવામાં આવી હતી. પરંતુ રાજકોટ પોલીસે ઘોડા સાથે મંજૂરી ન આપતા આજે સોમવારે કોંગ્રેસના કોર્પોરેટરો ઘોડા અને સાયકલ સાથે વિરોધ કરવા રસ્તાઓ પર આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા વિરોધ દરમિયાન તેમની અટકાયત કરી હતી. વિરોધ દરમિયાન રાજકોટ પોલીસે અંદાજીત કોંગ્રેસના 50 કરતા વધુ કોંગી કાર્યર્તાઓની અટકાયત કરી હતી.