રાજકોટ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મુલતવી રાખવા પ્રદર્શન કર્યું - રાજકોટ કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન JEE અને NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ પરીક્ષાઓ રદ કરવામાટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ કોંગ્રેસે પણ કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા મુલતવી રાખવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ રાજકોટ કોંગ્રેસે વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરવાની માગ કરી હતી. આ મામલો વધુ બીચકે, તે પહેલાં જ પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.