રાજકોટ કોંગ્રેસ દ્વારા પોલીસ મથક બહાર રામધૂન બોલવાઈ - રાજકોટ મહાનગર પાલિકા
રાજકોટઃ શહેરની મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મીટિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો દ્વારા પોલીસ કર્મીઓ તેમના પર શાસકપક્ષના કહેવાથી દમન કરતા હોવાના આક્ષેપ સાથે રાજકોટ A-ડિવિઝનમાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી હતી. જો કે, પોલીસ અધિકારીઓ દ્વારા કોંગી કોર્પોરેટરોની આ મામલે અરજી લીધી હતી, પરંતુ કોંગી કોર્પોરેટરોની માગ હતી કે, અરજી નહીં આ મામલે પોલીસ ફરિયાદ લેવામાં આવે. જેથી પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં કોંગી કોર્પોરેટરો દ્વારા પોલીસ મથક બહાર જ રામધૂન બોલાવવામાં આવી હતી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.