T20: આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ... - રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 મેચનો પ્રારંભ
રાજકોટ: રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે T20 મેચનો પ્રારંભ થવાનો છે. જેને લઈને છેલ્લા બે દિવસથી ઇન્ડિયા અને બાંગ્લાદેશની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં છેલ્લા ઘણા સમય બાદ T20મેચ રમવાનો છે. જેથી રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની ટીમે પહેલા એક T20મેચ ભારત સામે જીતી લીધી છે. ત્યારે રાજકોટ ખાતે રમાનાર મેચ ભારતીય ટીમને જીતવી જરૂરી બની છે. બીજી તરફ પીચની વાત કરીએ તો રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં બેટીંગ પીચ છે જેને લઈને મેચ દરમિયાન ચોગ્ગા- છગ્ગાનો વરસાદ થઈ શકે છે. મેચને લઈને ભારતીય ઓપનર રોહિત શર્માએ વાત કરી હતી.
Last Updated : Nov 7, 2019, 7:26 AM IST