રાજકોટ: વિરપુર જલારામધામમાં આયુર્વેદિક વૃક્ષના રોપાનું વિતરણ કરાયું - વૃક્ષોનું વિતરણ
રાજકોટઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ તેમજ સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ દ્વારા ગાયત્રી મંદિર ખાતે વિનામુલ્યે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીને લઈને સરકારની ગાઈડ લાઇન મુજબ વૃક્ષોના રોપાઓ લેવા આવેલા તમામ લોકોને સૌપ્રથમ સેનિટાઈઝ કરી તેમજ મોઢે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરી વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.