રાજકોટ: જેતપુર, વીરપુર, આટકોટ, ખારચિયા અને પાંચવડામાં મેઘરાજાનું આગમન - પાંચવડા
રાજકોટઃ પાંચ છ દિવસના વિરામ બાદ બુધવારે ફરી મેઘરાજાએ મહેર કરી હતી. બુધવાર સવારથી જ અસહ્ય બફારા ભર્યા વાતાવરણ વચ્ચે બપોર બાદ જેતપુર, વીરપુર, આટકોટ, ખારચિયા અને પાંચવડામાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ થતા જગતના તાત ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.