જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ કરી આત્મહત્યા - ભગવતી હોઝીયરી
રાજકોટઃ જિલ્લાના જેતપુરના જૂના પાંચ પીપળા વિસ્તારમાં રહેતા અને વિશાલ મેગા મોલમાં ભગવતી હોઝીયરી નામની દુકાન ધરાવતા અલ્પેશ ક્નેયા તેમજ તેમની પત્ની છાયાબેન ક્નેયાએ મંગળવાર મોડી રાત્રે તેમના ઘરે ઝેરી દવા પીધી હતી. જે બાદ ભાદર નદીના પુલ પાસે જતા રહ્યા હતા. આ બાબતે તેમના પરિવારને જાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જેતપુર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.