ગુજરાતને અડીને આવેલી રાજસ્થાનની સરહદ ફરી સીલ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા - ગુજરાત-રાજસ્થાન સરહદ
અંબાજીઃ ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદ આજે સવારથી ફરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજસ્થાનમાં કોરોનાથી સ્થિતિ વધુ વણસી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. બોર્ડર સીલ કરાયા પછી ગુજરાતથી રાજસ્થાન જતાં વાહનચાલકો અટવાયા હતાં. વાહનોને ફરી ગુજરાત તરફ વાળી દેવાયા હતાં. તેમજ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોને માવલ ચેકપોસ્ટ પર મોકલી અપાયા હતાં. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સહીત મોટા માલવાહક તેમજ પરમિશન ધરાવતા વાહનોને છુટછાટ અપાઈ હતી.