પાટણમાં ફરી વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Patan Rain
પાટણ: બંગાળની ખાડીમાં બીજીવાર સર્જાયેલી સિસ્ટમને લઈ ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે, ત્યારે પાટણમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને લઇ ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લામાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ચાણસ્મામાં 1 ઇંચ, સિદ્ધપુર અને પાટણમાં અડધો ઈંચ તેમજ શંખેશ્વરમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જ્યારે રાધનપુર-સાંતલપુર, હારીજ અને સમી તાલુકાઓમાં વરસાદ નહીંવત રહ્યો હતો.