પંચમહાલમાં વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ
પંચમહાલ : જિલ્લામાં લાંબા વિરામબાદ મેઘરાજની એન્ટ્રી થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. પ્રથમ વરસાદ થતાં પંચમહાલ જિલ્લામાં ખેડૂતો દ્વારા મકાઈ ,ડાંગર અને તુવેરની વાવણી કરવામાં આવી હતી, પરંતુ વાવણી બાદ વરસાદે વિરામ લેતા ડાંગરના પાક સુકાઈ જવાને આરે હતો. આજરોજ વરસેલા વરસાદના પગલે ખેતીને જીવતદાન મળ્યું છે. તેમાં ડાંગરના પાકને સારો એવો ફાયદો થયો છે, જ્યારે ભારે પવનના કારણે મકાઈના પાકને નુકસાન થયુ છે. એક બાજુ ભારે પવન સાથે પડેલા વરસાદના પગલે મુખ્ય રસ્તાઓની આજુબાજુ મોટા વૃક્ષો ધરાશયી થયા હતા.