બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદી ઝાપટાના કારણે અનેક જગ્યાએ નુકસાન
બનાસકાંઠાઃ જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ રવિવારે મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો શરૂ થયો હતો. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી, તેમજ ખેડૂતોને પણ પોતાના પાકમાં નુકસાન થયું હતું. જિલ્લામાં રવિવારે મોડી રાત્રે લાખણી પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ખેડૂતોએ છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી બાજરી અને તલનો પાક તૈયાર કર્યો હતો. જેમાં તૈયાર થયેલા પાકમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. લાખણીના ધાણા, નાદલા, કોટડા, જડિયાળી ગામોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.