ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતો બન્યા ચિંતાતૂર - latestgujaratinews

By

Published : Dec 1, 2019, 4:28 PM IST

ભરૂચ : ગુજરાતમાંથી ચોમાસું જાણે વિદાય લેવાનું નામ નથી લેતું તે રીતે પહેલા વાયુ અને ત્યાર બાદ મહાવાવાઝોડાની અસરનાં કારણે દિવાળીના સમયમાં પણ વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરૂચનાં આમોદ જંબુસર અને વાલિયા સહિતના પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધરતીનો તાત ચિંતાતુર બન્યો છે. હજુ પણ ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદ વરસતા રવી પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details