તાપી જિલ્લાના અનેક પથંકમાં વરસાદ, લોકોને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત - Gujarat Rain News
તાપીઃ જિલ્લામાં આખરે ચોમાસુ વિધિવત બેસી ચૂક્યૂં છે. જિલ્લાના કેટલાક પથંકમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વ્યારામાં એકા એકા વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો. સાથે જ વાદળો ઘેરાતા વરસાદ આવ્યો છે. વરસાદના કારણે પ્રજાજનોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે.