સાપુતારાની તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે જગતનો તાત ચીંતાતુૂર - ખેડૂતોના ડાંગરના પાકને નુકસાની
ડાંગ: જિલ્લામાં સાપુતારાના તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આવનારા દિવસોમાં જો વરસાદ ચાલું રહેશે તો ખેડૂતોના ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થવાની સંભાવના જણાઈ રહી છે.