'ક્યાર' વાવાઝોડાના પગલે રાજકોટ સહિત જામકંડોરણા અને જેતપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ - ક્યાર
રાજકોટઃ 'ક્યાર' વાવાઝોડા સાથે વરસાદની આગાહીના પગલે જામકંડોરણા અને જેતપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેતપુર, વીરપુર, કાગવડ, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે બપોર બાદ ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાં વાદળો જોવાં મળ્યા હતા. મગફળીનો પાક ખેતરમાં પડ્યો છે, ત્યારે એ તૈયાર પાક પર વરસાદ પડતાં એ મગફળીનો પાક બગડી જવાની પુરી શકયતા છે. મંગળવારે પડેલા વરસાદથી મોટી નુકસાની થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યારે જામકંડોરણામાં દોઢ ઇંચ અને પડધરીમાં અંદાજીત પોણા ઈંચ અને જેતપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.