થોડા દિવસના વિરામ બાદ પોરબંદરમાં મેઘરાજાની રિએન્ટ્રી, ખેડૂતોની મુશ્કેલી વધી - rainfall
પોરબંદરઃ જિલ્લામાં શનિવાર સવારથી વરસાદે માઝા મૂકી છે અને જિલ્લાના બરડા પંથક, ઘેડ પંથક સહિત તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ અગાઉ પણ વરસાદના કારણે અને ઉપરવાસમાં ડેમના પાટિયા ખોલવાને કારણે ઘેડ પંથક અને બરડા પંથકમાં પૂરના કારણે તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું હતું અને પાકમાં પણ નુકસાની થઈ છે. ત્યારે ફરીથી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં વ્યાપી છે. પોરબંદરના કુતિયાણા તાલુકામાં 7 MM મીટર પોરબંદર તાલુકામાં 13 MM રાણાવાવ તાલુકામાં 28 MM વરસાદ બપોરે બે કલાકે સુધી નોંધાયો છે.