માંડવી તાલુકાના અનેક ગામમાં ભારે પવન સાથે વરસાદ - Mandvi Taluka Rain News
કચ્છઃ જિલ્લામાં આજે બુધવારે બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા માંડવી તાલુકાના દેવપર (ગઢ), મઉ, ગઢશીશા તથા આજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દેવપર ગામમાં ભારે પવન ફૂંકાયો હોવાથી ખેતી પાકમાં નુકસાન થયું હતું. ભારે પવન સાથે વરસાદને લીધે કેરીના પાકમાં તથા ઉનાળું પાકમાં નુકસાન થયું છે તેવું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. ભારે પવન સાથે માંડવી તાલુકાના કેટલાક ગામોમાં બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે વાડીના ગોડાઉનની છત પર લાગેલા સિમેન્ટના પતરા તૂટી ગયા હતા.