દ્વારકામાં કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતો મૂંઝવણમાં - દ્વારકાનો સરેરાસ વરસાદ
દ્વારકા: શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવવાથી વરસાદી ઝાપટું આવ્યું હતું. વરસાદના કારણે દ્વારિકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને ખેતીલાયત વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોને સારો પાક થવાની આશા હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થતાં ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે.