ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, અંબિકા નદીમાં ઘોડાપૂર - ગિરિમથક સાપુતારા

By

Published : Sep 13, 2019, 11:06 PM IST

ડાંગ: જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન, ભૂરાપાની અને ભાપખલ ગામો સહિત મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલાં માળુંગા, કાંચનપાડા, માનમોડી, નીમ્બારપાડા ગામોમાં શુક્રવારે દિવસભર ભારે વરસાદ રહ્યો હતો. જેના કારણે અંબિકા નદી ગાંડીતુર હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાનુસાર, છેલ્લા 12કલાકમાં શુક્રવાર આહવામાં 50 mm, વઘઇમાં 111 mm, સુબીરમાં 25 mm, ગિરિમથક સાપુતારામાં 60 mm વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details