ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - ભાવનગરમાં વરસાદ
ભાવનગરઃ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ગત રાત્રિથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને કડાકા સાથેનુ વાતાવરણ સર્જાયું હતું. આજે વહેલી સવારથી ઝરમર વરસાદનો પ્રારંભ થયો હતો અને થોડીવારમાં ધોધમાર વરસાદ થતાં માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે તાલુકા મથકો પર મહુવા, તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો મહુવાનું બગડ નદીમાં પુર આવ્યું હતું. જ્યારે જેસરના તાતણીયાની નદીમાં પણ પુર આવ્યા હતા. જ્યારે સારા વરસાદના પગલે ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.