ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજ્યમાંથી નિસર્ગ વાવઝોડુ ફંટાયુ, અનેક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ

By

Published : Jun 4, 2020, 5:49 AM IST

રાજ્ય સહિત જિલ્લાઓમાં પણ નિસર્ગ વાવાઝોડાની ઘાત રહેલી હતી. જેમાં દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહેલું વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયું હતુ. જોકે, બપોરથી વાવાઝોડુ મહારાષ્ટ્રમાં ટકરાવાની સાથે બે કલાક સુધી પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ હતી. નિસર્ગ વાવાઝોડાની અસર વલસાડ, નવસારી અને સુરતમાં મહદઅંશે જોવા મળી હતી. જ્યારે અનેક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાને પગલે પવન સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. જોકે, આ હળવા વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ થોડો વધારો કર્યો હતો. જો નિસર્ગ વાવઝોડાની અસરની વાત કરવામાં આવે તો મોટા પાયે દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળી હતી. દરિયામાં ઉંચા મોજા પણ ઉછળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details