ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ, વીજળી પડતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત - ગાજવીજ સાથે વરસાદ

By

Published : Jun 7, 2020, 5:39 PM IST

જામનગરઃ જિલ્લામાં રવિવાર બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં જામનગરના દરેડ, સપડા, વિજરખી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મોટી ખાવડી અને સાપર ગામમાં બે જગ્યાએ વીજળી પડતા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આ બંને વ્યક્તિને સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમા વધારો થયો છે. આ વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થાય તેવી ભિતી સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details