મોઢેરાઃ સૂર્યમંદિરના સૂર્યકુંડમાં વરસાદી પાણીનું ઝરણું, જુઓ નયનરમ્ય નજારો - મહેસાણા
મહેસાણા: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લમાં પણ આ વર્ષે સારો વરસાદ થયો છે. કલા સંસ્કૃતિ અને સૌંદર્ય સમન્વય એવા મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા સૂર્ય મંદિર ખાતે વસંત ઋતુ ખીલી ઉઠી છે. ઐતિહાસિક ધરોહર સૂર્યમંદિર લીલુડી ચાદર વચ્ચે સ્વર્ણની જેમ ચમકી રહ્યું છે. સૂર્ય મંદિરના આગળના ભાગે આવેલ સૂર્યકુંડમાં વરસાદી પાણીની હેલી સર્જાઈ છે. આસપાસના વિસ્તારમાં પડતા વરસાદના નીરના કારણે સૂર્ય કુંડમાં ઝરણાના રૂપે વહી આવતા અહીં નયનરમ્ય નજારો સર્જાયો છે. આ કુંડમાં નવા નીરની આવક થતા કુંડની જળ સપાટીમાં વધારો નોંધાયો છે.
Last Updated : Aug 26, 2020, 9:58 AM IST