પોરબંદરમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી - porbandar rain news
પોરબંદરઃ છેલ્લા ત્રણ દિવસથી સતત અસહ્ય ઉકળાટ રહ્યો હતો, જે કારણે લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. ત્યારે મંગળવાર સવારે પોરબંદરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર સુધીમાં પોરબંદરમાં 211 mm, રાણાવાવમાં 241 mm અને કુતિયાણામાં 239 mm વરસાદ વરસ્યો છે. વરસાદ થવાથી ખેતીના પાકને નવું જીવનદાન મળશે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.