કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ - maha cyclone latest news
કચ્છ: રાજ્યમાં મહા વાવાઝોડાનો ખતરો છે. સોમવારે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. કચ્છના ભચાઉ, અબડાસા અને નખત્રાણામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. અબડાસામાં 41 MM, ભચાઉમાં 25 MM અને નખત્રાણામાં 20 MM વરસાદ નોંધાયો છે. જિલ્લાના અનેક ગામોમાં ઝળમર અને ઝાપટા પણ વરસયા હતા. દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. કંડલાના દિનદયાલ પોર્ટ અને મુંદરા અદાણી બંદરે બે નંબરની સિંગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેધશાળા સતત 'મહા' વાવાઝોડા પર નજર રાખી રહી છે.